New Update
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ
ઉપરવાસમાંથી ડેમમાં વિપુલ માત્રામાં પાણીની આવક
ડેમ 90 ટકા સુધી ભરાયો
ડેમની જળ સપાટી 135.61 મીટર પર પહોંચી
ડેમમાં પાણીની આવક 2.73 લાખ ક્યુસેક
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે.ઉપરવાસમાંથી પાણીની વિપુલ માત્રામાં આવકના પગલે ડેમ 90 ટકા સુધી ભરાયો છે
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં સામાન્ય વધારો થયો છે. ઉપરવાસમાંથી 2,73,900 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જે ગઈકાલથી સ્થિર છે ત્યારે નર્મદા ડેમની જળ સપાટી 135.61 મીટરે પહોંચી છે.ડેમના રિવરબેડ પાવરહાઉસમાંથી 43,720 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે.કેનાલ હેડ પાવરહાઉસમાંથી 18,256 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ડેમના 9 ગેટ દ્વારા 90, 000 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે.નર્મદા ડેમમાંથી કુલ 1,51,976 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે ત્યારે મહત્તમ સપાટીથી નર્મદા ડેમ હવે માત્ર 3.2 મીટર દૂર છે. તો ડેમ હાલ 90 ટકા ભરાય ગયો છે. નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભરૂચ નર્મદા અને વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
Latest Stories