ભરૂચ લઘુમતી સમાજના ઉચ્ચકક્ષાએ અભ્યાસ કરતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સ્કોલરશીપનું કરાયું વિતરણ

બીબન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લઘુમતી સમાજના ભરૂચ જિલ્લાના ઉચ્ચકક્ષાએ અભ્યાસ કરતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સ્કોલરશીપનું વિતરણ કરવામાં આવ્યું

New Update
  • બીબન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા  સ્કોલરશીપનું વિતરણ

  • લઘુમતી સમાજના વિદ્યાર્થીઓને સ્કોલરશીપનું વિતરણ

  • મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓને સ્કોલરશીપનું વિતરણ

  • ટ્રસ્ટના એનઆરઆઈ સંચાલકનું કરાયું સ્વાગત

  • કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા   

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આવેલ બચો કા ઘર સંચાલિત શાળામાં બીબન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લઘુમતી સમાજના ઉચ્ચકક્ષાએ અભ્યાસ કરતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સ્કોલરશીપનું વિતરણ કરવામાં આવ્યું હતું. 

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આવેલ બચો કા ઘર સંચાલિત શાળામાં બીબન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લઘુમતી સમાજના ભરૂચ જિલ્લાના ઉચ્ચકક્ષાએ અભ્યાસ કરતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સ્કોલરશીપનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ખાસ કરીને ટ્રસ્ટના સંચાલક અને લંડનથી પધારેલા ગુલામભાઈનું પુષ્પગુચ્છ આપી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમના શુભ હસ્તે તેમજ આમોદ તાલુકા પ્રમુખ ઈબ્રાહીમ શેઠ અને ઉપસ્થિત આગેવાનોના હસ્તે એમબીબીએસબી.ફાર્મબી.એસસી નર્સિંગ સહિત વિવિધ મેડિકલ લાઈનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવી હતી.

Latest Stories