અંકલેશ્વર: AIA ખાતે હેલ્થ, સેફટી અને પર્યાવરણ પર સેમિનાર યોજાયો

અંકલેશ્વર ઔધોગિક મંડળ, એનવાયરમેન્ટ સોસાયટી અને DPMC દ્વારા સલામતી, નેતૃત્વ પ્રતિબદ્ધતા દ્વારા ટકાઉપણું અને પ્રદર્શન પર HSE સેમિનાર-2026નું આયોજન કરાયું

New Update
  • અંકલેશ્વરમાં કરાયુ આયોજન

  • ઉદ્યોગ મંડળ ખાતે આયોજન

  • જન જાગૃતિ સેમિનાર યોજાયો

  • હેલ્થ, સેફટી એન્ડ પર્યવં વિષય પર સેમિનાર

  • પ્રદર્શનીનું પણ આયોજન કરાયું

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશન ખાતે હેલ્થ, સેફટી અને પર્યાવરણ પર સેમિનાર સાથે પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ઔધોગિક મંડળ, એનવાયરમેન્ટ સોસાયટી અને DPMC દ્વારા સલામતી, નેતૃત્વ પ્રતિબદ્ધતા દ્વારા ટકાઉપણું અને પ્રદર્શન પર HSE સેમિનાર - 2026 નું શુક્રવારે આયોજન કરાયું હતું.
ઉદઘાટન સમારોહમા મામલતદાર કિરણસિંહ રાજપૂત, AIA પ્રમુખ વિમલકાંત જેઠવા, ડિશ ડે. ડિરેકટર ડી.બી. ગામિત, પ્રબોધ પટેલ, GPCB ના રીજનલ અધિકારી ડો. એસ.એન. અગ્રાવત, DPMC વિજય અસર, અતુલ બુચ, મનસુખ વેકરીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય વક્તા દિપક નાઈટ્રેટના જનરલ મેનેજર ડો. મધુર સેક્સેનાએ આરોગ્ય, સલામતી અને ટકાઉપણા વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. સાથે જ ઉપસ્થિતિ મહાનુભવો, ઉધોગપતિઓ અને કામદારોએ ઔદ્યોગિક સલામતી, વ્યવસાયિક આરોગ્ય, પર્યાવરણ સંરક્ષણ, ફાયર પ્રોટેક્શનના વિવિધ પ્રદર્શની સ્ટોલની મુલાકાત લીધી હતી.
Latest Stories