New Update
/connect-gujarat/media/media_files/2025/11/28/chemcrux-enterprises-ltd-2025-11-28-14-42-13.jpg)
અંકલેશ્વરમાં વધતા એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) વચ્ચે GIDC વિસ્તારમાં આવેલ કેમક્રક્ષ એન્ટરપ્રાઇઝ કંપનીમાં ગેસ લીકેજની ચિંતાજનક ઘટના સામે આવી છે. કંપનીમાંથી પીળા રંગનો ગેસ બહાર આવતો જોવા મળતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ ટેન્કરમાં ગેસ લોડિંગની પ્રક્રિયા દરમિયાન આ લીકેજની ઘટના બની હતી. સેફટી ટીમે તરત જ સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરતા પરિસ્થિતિ નિયંત્રણમાં લાવવામાં આવી હતી.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/11/28/chemcrux-enterprises-2025-11-28-14-42-22.jpg)
તંત્રની તપાસમાં સોડિયમ નાઇટ્રેટ ગેસ લીક થયો હોવાનું બહાર આવ્યું હતું.આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
Latest Stories