ભરૂચ : ઝાડેશ્વર અનુભુતિ ધામ ખાતે હોળી- ધુળેટી પર્વ નિમિત્તે આધ્યાત્મિક કાર્યક્રમ યોજાયા, 300 થી પણ વધુ બ્રહ્માકુમારી સંસ્થાના અનુયાયી જોડાયા

ભરૂચના ઝાડેશ્વર બ્રહ્માકુમારીઝ અનુભૂતિ ધામ સેવા કેન્દ્ર ખાતે હોળી-ધુળેટી પર્વ નિમિત્તે વિશેષ આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું....

New Update
  • અનુભુતિ ધામ ખાતે આધ્યાત્મિક કાર્યક્રમ યોજાયો

  • હોળી- ધુળેટી પર્વ નિમિત્તે કરાયું કાર્યક્રમનું આયોજન

  • 300થી પણ વધુ બ્રહ્માકુમારી સંસ્થાના અનુયાયી જોડાયા

  • દેશ વિદેશમાંથી પણ અનુયાયીઓ રહ્યા ઉપસ્થિત

  • ધુળેટી પર્વની શ્રદ્ધા અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી 

ભરૂચના ઝાડેશ્વર બ્રહ્માકુમારીઝ અનુભૂતિ ધામ સેવા કેન્દ્ર ખાતે હોળી-ધુળેટી પર્વ નિમિત્તે વિશેષ આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે 300થી પણ વધુ બ્રહ્માકુમારી સંસ્થાના અનુયાયી જોડાયા હતા.

ભરૂચના ઝાડેશ્વર બ્રહ્માકુમારીઝ અનુભૂતિ ધામ સેવા કેન્દ્ર ખાતે હોળી-ધુળેટી પર્વ નિમિત્તે વિશેષ આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિશેષ બ્રહ્માકુમારીઝ માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભાદીદી તથા બ્રહ્માકુમારીઝ સંસ્થા સાથે સંસ્થામાં સમર્પિત હોંગકોંગ,દિલ્હી,યુપી સહિત વિવિધ સ્થાનો પરથી પધારેલ બ્રહ્માકુમારીઝ સંસ્થાની  બહેનોની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.

આ અવસરે વિશેષરૂપે જ્ઞાન સરોવરનાં ડિરેક્ટર તથા ભરૂચ સબઝોનના ઇન્ચાર્જ બી.કે. પ્રભાદીદીજી તેમજ વિવિધ સેવાકેન્દ્રોથી પધારેલી ટીચર બહેનોની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિમાં આધ્યાત્મિક વાતાવરણમાં ધુળેટી પર્વની શ્રદ્ધા અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

Latest Stories