અંકલેશ્વર: જુના બેટભાઠા પ્રાથમિક શાળા ખાતે સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરાય, વિદ્યાર્થીઓએ લીધો ઉત્સાહભેર ભાગ

શાળાની બાલવાટિકાથી ધોરણ 8 સુધીના કુલ 344 વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રમતો પૂર્ણ થયા બાદ વિજેતા વિદ્યાર્થીઓને મેડલ્સથી સન્માનિત કરવામાં આવ્યા

New Update
juna Betbhatha Primary School
અંકલેશ્વરની જુના બેટભાઠા પ્રાથમિક શાળા ખાતે સ્પોર્ટ્સ ડેનું  આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે ગામના સરપંચ પંકજ પટેલ, શ્રેષ્ઠ શિક્ષક વિજેતા પ્રભુ પટેલ, ગ્રામ પંચાયતના સભ્ય સુનીતા પટેલ, SMCના સભ્યો, તેમજ અંકલેશ્વર નોટિફાઈડ એરિયાની મોબાઈલવાનના શિક્ષકો અને શાળાનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
શાળાની બાલવાટિકાથી ધોરણ 8 સુધીના કુલ 344 વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રમતો પૂર્ણ થયા બાદ વિજેતા વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મુજબ મેડલ્સથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ રમતોત્સવનું આયોજન શાળાના આચાર્ય કિરણબેન પટેલના માર્ગદર્શન હેઠળ ખેલસહાયક અવિનાશભાઇ તથા યોગ શિક્ષિકા વિભાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.
Latest Stories