New Update
અંકલેશ્વરના જેસીઆઈ ભવન ખાતે શ્રી વિશ્વકર્મા પંચાલ દ્વારા જીવનસાથી પસંદગી સમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું
સમગ્ર વિશ્વકર્મા પંચાલ સમાજના યુવક-યુવતીને પોતાની પસંદગીનો જીવનસાથી મળે તે હેતુથી અંકલેશ્વરના જેસીઆઈ ભવન ખાતે શ્રી વિશ્વકર્મા પંચાલ દ્વારા જીવનસાથી પસંદગી સમેલન યોજાયું હતું જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રગટાવી જીવનસાથી પસંદગી સમેલનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ જીવનસાથી પસંદગી સમેલનમાં અપરિણિત યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો.આ જીવનસાથી પસંદગી સમેલનમાં તેજસ પંચાલ,હસમુખ પંચાલ,નિતિન પંચાલ અને રાહુલ પંચાલ સહિત સમાજના આગેવાનો તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories