New Update
/connect-gujarat/media/media_files/2025/12/30/bharuch-night-shelter-home-2025-12-30-15-51-27.jpg)
ભરૂચ પાલિકા સંચાલિત નાઈટ શેલ્ટર હોમ ખાતે શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત Student Outreach Programme નું આયોજન કરાયું હતું. જેમાં જે.પી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના 50 થી વધુ વિદ્યાર્થીઓએ શેલ્ટર હોમની મુલાકાત લઈ વિગતવાર માહિતી મેળવી હતી.
શેલ્ટરમાં રહેતા આશ્રિતો સાથે વાતચીત કરી પ્રાથમિક જરૂરિયાતો તેમજ સુવિધાઓ અને ગુણવત્તા વિષે ચકાસણી કરવા સાથે સંવાદ કર્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા શેલ્ટરની કામગીરીને બિરદાવવા સાથે લોકોમાં નાઈટ શેલ્ટર વિશે જાગૃતતા લાવવા સંકલ્પ લીધો હતો. મુલાકાત દરમ્યાન પાલિકાની NULM ટીમ તેમજ કોલેજના પ્રતિનિધિ, શેલ્ટર હોમનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
Latest Stories