New Update
/connect-gujarat/media/media_files/2025/09/04/public-school-ankleshwar-2025-09-04-18-12-27.jpg)
અંકલેશ્વર ઉમરવાડા રોડ ઉપર આવેલ પબ્લિક સ્કૂલ ખાતે શિક્ષક દિન નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ,જેમાં શાળાના વિદ્યાર્થીઓ,શિક્ષકો ઉપરાંત વરિષ્ઠ પત્રકાર દેવાનંદ જાદવ અને અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ટ્રસ્ટના પ્રમુખ નાઝુ ફડવાલા,કૌશલ ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત શિક્ષકો અને વિદ્યાર્થીઓને સંબોધીત કરતા નાઝુ ફડવાલાએ જ્ણાવ્યુ કે આજની આ વિકસીત દુનિયામાં શિક્ષણનું ખુબ મહત્વ છે,આજનો યુગ જ્ઞાનનો યુગ છે.નોલેજ જ પાવર છે.શિક્ષક વગરની દુનિયાની કલ્પના કરવી જ મુશ્કેલ છે,શિક્ષકને એટલે જ ત્રિદેવતાની જેમ માનવામાં આવે છે.
દેવાનંદ જાદવે જ્ણાવ્યુ હતુ કે શિક્ષણ વગરના વ્યક્તિની હાલનાં સમયમાં કલ્પના કરવી જ મુશ્કેલ થયેલ છે.આજનો દિવસનું શિક્ષકનાં જીવનમાં ખાસ મહત્વ રહ્યુ છે,આજે આખા દેશમાં શિક્ષક દિવસની ઉજવણી થાય છે,આ ઉજવણી શિક્ષકોએ દેશના વિકાસમાં અને સારા નાગરીક ઘડવામાં ખુબ મહત્વનું યોગદાન આપ્યુ છે.
આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીઓ અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શિક્ષકોનું સન્માન કરાયુ હતુ.આ કાર્યક્રમમાં પ્રાયમરી અને સેકન્ડરીના આચાર્ય કવિતા કાલગુડે અને પ્રી પ્રાયમરી અને પ્રાયમરીના આચાર્ય શ્રદ્ધા પટેલ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ગુરુ વંદના કરી હતી.
Latest Stories