ભરૂચ-નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની ૫૭મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ

ધી ભરૂચ-નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કો ઓ ક્રેડીટ સોસાયટી લી,ભરૂચ ની ૫૭ મી વાર્ષિક સાધારણ સભામાં મંડળીના ચેરમેન કિરીટસિંહ ઘરીયાએ આવેલ

New Update

ધી ભરૂચ-નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કો ઓ ક્રેડીટ સોસાયટી લી,ભરૂચ ની ૫૭ મી વાર્ષિક સાધારણ સભા આજરોજ ડો.બાબા સાહેબ આંબેડકર ભવન મામલતદાર ઓફીસ ની સામે,ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા કે રાઓલ તથા નર્મદા જિલ્લા શિક્ષણાધિકારી ડો.કિરણબેન પટેલના અઘ્યક્ષ સ્થાને મળી હતી.

ધી ભરૂચ-નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કો ઓ ક્રેડીટ સોસાયટી લી,ભરૂચ ની ૫૭ મી વાર્ષિક સાધારણ સભામાં મંડળીના ચેરમેન કિરીટસિંહ ઘરીયાએ આવેલ આમંત્રિત મહેમાનો,સભાસદો, સભ્યો,મંડળીમાંથી નિવૃત થયેલા સભાસદો ધો,૧૦/૧૨ માં ઉર્તિણ થયેલ બાળકો તથા માતા પિતા વગરના બાળકોનું અભિવાદન કરી આવકાર્યા હતા. જેમાં મુખ્યત્ત્વે ભરૂચ-નર્મદા જિલ્લા શિક્ષણાધિકારીઓ નુ સન્માન કર્ય, પ્રવિણસિંહ રણા, કિરીટસિંહ મહિડા, અમિતસિંહ વાંસદિયા, મુકેશકુમાર ડી ટેલર, સંજયકુમાર વસાવા,વિગેરે મહાનુભાવોનું તેમજ નિવૃત થયેલ સભાસદોનું સન્માન કરવામાં આવ્યું હતું. ભરૂચ-નર્મદા જિલ્લામાં માઘ્યમિક ગ્રાન્ટેડ શાળામાં ભણતા માતા પિતા વગરના બાળકોને મંડળીની યોજના અંતર્ગત શૈક્ષણિક કિટ વિતરણ કરવામાં આવી હતી તથા ભરૂચ-નર્મદા જિલ્લાના વિવિધ પ્રકારના ઘટક સંઘોના પ્રમુખ ,મંત્રીઓ હાજર રહયા હતા અને ભરૂચ-નર્મદા જિલ્લામાંથી મોટી સંખ્યામાં સભાસદો હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો.

Latest Stories