અંકલેશ્વર ગણેશ સમિતિની દ્વારા શ્રીજીની પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન થાય એવી માંગ

અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવશે અને દશ દિવસ સુધી ભક્તિ ભાવપૂર્વક ગણેશજીની આરાધના કરવામાં આવશે

New Update
આગામી માસમાં ઉજવાશે ગણેશ મહોત્સવ
અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા પાઠવાયું આવેદનપત્ર
કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન થાય એવી માંગ
કૃત્રિમ કુંડો પર સુવિધાઓનો અભાવ હોવાની રજુઆત
અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા શ્રીજી ની પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આગામી તારીખ સાતમી સપ્ટેમ્બરના રોજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવશે અને દશ દિવસ સુધી ભક્તિ ભાવપૂર્વક ગણેશજીની આરાધના કરવામાં આવશે ત્યારે શ્રીજીની પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન કરવા દેવામાં આવે તેવી માંગ સાથે અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
 
આ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર કોવિડ-૧૯ની મહામારી દરમ્યાન સરકારના આદેશનું ચુસ્તપણે તમામ ગણેશ મંડળો અને ભક્તોએ પાલન કરી તંત્ર દ્વારા નક્કી કરાયેલ વિસર્જન કુંડોમાં જ  ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરેલ હતું જે ગત વર્ષના ગણેશોત્સવ સુધી યથાવત રહ્યું હતું પરંતુ તંત્ર દ્વારા જે કુત્રિમ કુંડો તૈયાર કરવામાં આવી રહ્યાં હતાં. એ અપૂરતી સુવિધા વાળા હતા તેમજ વિસર્જન બાદ જરૂરી પગલાં તંત્ર દ્વારા ના લેવાતા મૂર્તિઓની દુર્દશા જોવા મળી હતી ત્યારે શ્રીજીની પ્રતિમાઓનું નર્મદા નદીમાં જ વિસર્જન કરવા દેવામાં આવે એવી માંગ કરવામાં આવી છે
#Ankleshwar News #Ankleshwar Ganesh Visarjan #ગણેશ સમિતિ #શ્રીજીની પ્રતિમા #શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન #ગણેશ વિસર્જન
Here are a few more articles:
Read the Next Article