ભરૂચ: જંબુસરના ખાનપુર ભાગોળ વિસ્તારમાં બે કોમના ટોળા સામસામે આવી જતા વાતાવરણ ગરમાયુ, રાયોટિંગનો ગુનો દાખલ

ફ્રૂટની લારીમા ચોરી કરવા બાબતે મારામારી થઇ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસ બહાર આવ્યું છે.હુમલામાં વિશ્રામભાઈ ભીખાભાઇ તેમજ મંગળભાઈ ભીખાભાઇ નામના યુવાનોને ઇજા પહોંચી

New Update
Jambusar Police..
જંબુસરમાં ખાનપુર ભાગોળ વિસ્તારમાં બે કોમના ટોળા વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે.ફ્રૂટની લારીમા ચોરી કરવા બાબતે મારામારી થઇ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસ બહાર આવ્યું છે.હુમલામાં વિશ્રામભાઈ ભીખાભાઇ તેમજ મંગળભાઈ ભીખાભાઇ નામના યુવાનોને ઇજા પહોંચી હતી તો સામે પક્ષે ઈમ્તેખાન સબ્બીર સૈયદને માથા તેમજ નાકના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ઈજાગ્રસ્તોને સબ ડિસ્ટિક્ટ હોસ્પિટલ જંબુસર ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.બે પરિવારો સામસામે આવી જતા વાતાવરણ ગરમાયુ હતું.બનાવ અંગે જંબુસર પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.