New Update
/connect-gujarat/media/media_files/2025/08/25/bharuch-crime-branch-2025-08-25-15-17-05.jpg)
ભરૂચની વાલીયા કોર્ટ દ્વારા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના અલગ અલગ ૦૫ કેસમાં કોંઢ ગામના આરોપી મહંમદ જુનેદને સને ૨૦૨૧ માં દોષીત ઠેરવી તેને ૧૦ વર્ષની સાદી કેદ તથા રૂપિયા એક કરોડ પંદર લાખ પચાસ હજારનો દંડ ફટકારતા આરોપી વડોદરા મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા કાપતો હોય આ દરમ્યાન એપ્રીલ/૨૦૨૫ માં તેની દિન-૧૪ ની ફર્લો રજા મંજૂર થયેલ અને તેને તા.૧૫/૦૫/૨૦૨૫ના રોજ જેલમાં પરત હાજર થવાનુ હતુ પરંતુ હાજર થયેલ નથી અને ફર્લો જંપ થયેલ હોવાથી વાલીયા પોલીસ મથકમાં ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો હતો. પેરોલ જંપ કરનાર આરોપી સુરતના પલસાણાની વેલકમ હોટલમાં હોવાની માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડી આરોપીની ધરપકડ કરી હતી.
Latest Stories