ભરૂચ : વાલીયા તાલુકાની ગણેશ સુગર ફેક્ટરીમાં વર્ષ 2025-26ની શેરડી પિલાણ સીઝનનો વિધિવત શુભારંભ કરાયો...

ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકા તથા આજુબાજુના વિસ્તારની જીવાદોરી સમાન શ્રી ગણેશ સુગર ફેક્ટરી વટારીયા ખાતે શેરડી પિલાણ સીઝન 2025-26’નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો

New Update
Ganesh Sugar Factory

ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાની ગણેશ સુગર ફેક્ટરીમાં વર્ષ 2025-26ની શેરડી પિલાણ સીઝનનો ચેરમેન મહેન્દ્રસિંહ મહીડાની અધ્યક્ષતામાં શુભારંભ કરવામાં આવ્યો હતો. શુભારંભ પ્રસંગે ચેરમેન મહેન્દ્રસિંહ મહીડા દ્વારા પરંપરાગત પૂજાવિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો અને ખેડૂતોએ શ્રીફળ વધેરી શેરડી પિલાણ કાર્યનો પ્રારંભ કર્યો હતો. 

આ વર્ષે ગણેશ સુગર ફેક્ટરી દ્વારા લાભ પાંચમના દિવસે પિલાણ શરૂ કરવાનું આયોજન હતુંપરંતુ કમોસમી વરસાદના કારણે તેમાં થોડો વિલંબ થયો હતો. તો બીજી તરફજિલ્લામાં આવેલી અન્ય અનેક સુગર મિલોને પણ આ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે. જોકેસંસ્થાએ ખેડૂત હિતને ધ્યાને રાખીને ગત સીઝનની શેરડીની ફાઈનલ ચુકવણી દિવાળી પૂર્વે જ સમયસર કરી દીધી છે.

Ganesh Sugar Factory

ઉપરાંત નવી સીઝન માટે મજૂરોટ્રાન્સપોર્ટ વ્યવસ્થા અને પ્લાન્ટના જરૂરી કાર્યોનું આગોતરુ આયોજન પૂરું કરવામાં આવ્યું છે. જેથી શેરડી કાપણી અને પિલાણમાં કોઈ વિઘ્ન ન આવે. સંસ્થાની કસ્ટોડિયન કમિટી ખેડૂત હિતમાં સતત પ્રયત્નશીલ રહી વધુમાં વધુ શેરડીનું પિલાણ થાય અને દરેક સભાસદ ખેડૂતને સમયસર લાભ મળે તે દિશામાં કાર્યરત છે.

આ પ્રસંગે ચેરમેન મહેન્દ્રસિંહ મહીડાડિરેક્ટર કિરણ પટેલહરેન્દ્રસિંહ ખેરજીતેન્દ્રસિંહ જાદવમેહુલકુમાર પટેલજયદીપસિંહ પરમારમેનેજીંગ ડિરેક્ટર અમરસિંહ રણામાજી ડિરેક્ટર ધર્મેન્દ્રસિંહ મહીડાસુરેન્દ્રસિંહ પરમારઈશ્વરસિંહ ખેરજયેન્દ્રસિંહ કઠવાડિયારાજુભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂત સભાસદોઆગેવાનો તેમજ અધિકારી-કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories