New Update
/connect-gujarat/media/media_files/2025/07/16/bharuch-jahernamu-2025-07-16-18-43-53.jpeg)
ભરૂચ જિલ્લામાં નેત્રંગ નજીક NH-753B પર ઘાણીખુંટ બ્રીજ અને NH-56 પર મોવી, કોચબાર, ચાસવડ અને કંબોડીયા બ્રીજ પર તમામ પ્રકારનાં ભારે વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. અધિક કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક પગલા ભરવામાં આવશે
- નેત્રંગ ડેડીયાપાડા NH-753B રોડ ઉપર ઘાણીખુંટ ગામ નજીક કરજણ નદી પર ઘાણીખુંટ પુલના કારણે ટ્રાફિક કચવર્ઝન:-
૧. અંકલેશ્વરથી સાગબારા તરફ જતા તમામ પ્રકારના ભારે વાહનો અંકલેશ્વર-કોસંબા-ઝંખવાવ-ઘાંટોલી-લીંબી થઈ સાગબારા તરફ જઈ શકશે
૨ સાગબારાથી અંકલેશ્વર તરફ જતા તમામ પ્રકારનાં ભારે વાહનો સાગબારા-લીંબી-ઘાંટોલી-ઝંખવાવ-કોસંબા થઇ અંક્લેશ્વર શકશે
૩. રાજપીપળાથી સાગબારા તરફ જતા તમામ પ્રકારનાં ભારે વાહનો રાજપીપળા-અંક્લેશ્વર-કોસંબા-ઝંખવાવ-ઘોટોલી-લીંબી તરફ જઈ શકશે.
૪. સાગબારાથી રાજપીપળા તરફ જતા તમામ પ્રકારના ભારે વાહનો સાગબારા-લીંબી-ઘાંટોલી-ઝંખવાવ- કોસંબા- અંકલેશ્વર રાજપીપળા તરફ જઈ શકશે.
-નેત્રંગ તાલુકાના મોવી ગામ અને કોચબાર ગામ નજીક NH-56 પર મોવી બ્રીજ અને કોચબાર બ્રીજને કારણે ટ્રાફિક ડાયવર્ઝન
૧. રાજપીપળાથી નેત્રંગ તરફ જતા તમામ પ્રકારનાં ભારે વાહનો રાજપીપળા-અંકલેશ્વર-વાલીયા થઈ નેત્રંગ તરફ જઈ શકશે.
૨. નેત્રંગથી રાજપીપળા તરફ જતા તમામ પ્રકારનો ભારે વાહનો નેત્રંગ-વાલીયા-અંકલેશ્વર થઈ રાજપીપળા તરફ જઈ શકશે.
- નેત્રંગ તાલુકાનાં ચાસવડ ગામ અને કંબોડિયા ગામ પાસે NH-56 પર ચાસવડ બ્રીજ અને કંબોડિયા બીજને કારણે ટ્રાફિક ડાયવર્ઝન:-
૧. નેત્રંગથી વાડી તરફ જતા તમામ પ્રકારનાં ભારે વાહનો નેત્રંગ અંકલેશ્વર -કોસંબા-ઝંખવાવ થઈ વાડી તરફ જઈ શકશે.
૨. વાડીથી નેત્રંગ તરફ જતા તમામ પ્રકારનાં ભારે વાહનો વાડી- ઝંખવાવ- કોસંબા-અંકલેશ્વર થઈ નેત્રંગ તરફ જઈ શકશે.