અંકલેશ્વર: જીતાલી ફાટક નજીલ બાઈક-કાર અને રીક્ષા વચ્ચે ટ્રિપલ માર્ગ અકસ્માત, ટ્રાફિકજામના દ્રશ્યો

અકસ્માત અંકલેશ્વર જીતાલી ફાટક પાસે બન્યો હતો. મોટર સાઇકલ, મહિન્દ્રા થાર અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા અકસ્માત સર્જાયો હતો જેમાં લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી

New Update
Triple Accident...
અંકલેશ્વર–રાજપીપળા માર્ગ  ટ્રિપલ અકસ્માત સર્જાતા વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માત અંકલેશ્વર જીતાલી ફાટક પાસે બન્યો હતો. મોટર સાઇકલ, મહિન્દ્રા થાર અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતગ્રસ્ત લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.
ઘટનાની જાણ થતા જ 108 ઇમરજન્સી સેવા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.અકસ્માતને પગલે માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. પોલીસ દ્વારા ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Latest Stories