ભરૂચ જિલ્લામાં અકસ્માતોની વણઝાર, માર્ગ અકસ્માતના 3 અલગ અલગ બનાવ સામે આવ્યા
ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતના ત્રણ અલગ અલગ બનાવો સામે આવ્યા હતા જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું ત્યારે અકસ્માતના અન્ય બે બનાવમાં મુસાફરોનો આબાદ બચાવ થયો હતો
ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતના ત્રણ અલગ અલગ બનાવો સામે આવ્યા હતા જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું ત્યારે અકસ્માતના અન્ય બે બનાવમાં મુસાફરોનો આબાદ બચાવ થયો હતો
ભરૂચના આમોદ નજીક એક્સપ્રેસ હાઈવે પર બે કાર અને પીકઅપ ટેમ્પા અને વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિના કરૂણ મોત નિપજ્યા હતા.બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
ભરૂચ નજીક નેશનલ હાઇવે ટ્રાફિકજામની પરિસ્થિતિ વચ્ચે નબીપુર નજીક ત્રિપલ માર્ગ અકસ્માત સર્જાતા ટ્રક ચાલક ફસાઈ જતા તેને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
ભરૂચના કતોપોર બજાર વિસ્તારમાં બેકાબુ બનેલા ટેમ્પાએ ત્રણથી વધુ વાહનોને અડફેટમાં લીધા હતા.જેમાં એક મહિલાને ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટના પગલે મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી પડ્યા હતા.