ભરૂચ: રૂંગટા વિદ્યાભવન ખાતે બે દિવસીય મોડેલ યુનાઇટેડ નેશન્સ-2025 યોજાશે, 200 વિદ્યાર્થીઓ લેશે ભાગ

સંસ્કાર ભારતી ટ્રસ્ટના આયોજન હેઠળ યોજાનાર ભરૂચ મોડેલ યુનાઇટેડ નેશન્સ 2025 અંગે માહિતી આપવા માટે આજરોજ રોજ ભરૂચની રૂંગટા વિદ્યાભવન ખાતે પ્રેસ કોન્ફરન્સનું  આયોજન કરવામાં આવ્યું

New Update
  • ભરૂચમાં યોજાશે કાર્યક્રમ

  • મોડેલ યુનાઇટેડ નેશન્સ 2025નું આયોજન

  • સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા આયોજન

  • 15 શાળાના 200 વિદ્યાર્થીઓ લેશે ભાગ

  • અનેક ક્ષેત્રના આગેવાનો આપશે હાજરી

ભરૂચના સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા તારીખ 5 અને 6 જુલાઈના રોજ રૂંગટા ભવન ખાતે મોડેલ યુનાઇટેડ નેશન્સ 2025નું આયોજન કરવામાં આવ્યું છે જે અંગેની માહિતી આપવા પ્રેસ કોન્ફરન્સ યોજાય હતી
ભરૂચના સંસ્કાર ભારતી ટ્રસ્ટના આયોજન હેઠળ યોજાનાર ભરૂચ મોડેલ યુનાઇટેડ નેશન્સ 2025 અંગે માહિતી આપવા માટે આજરોજ રોજ ભરૂચની રૂંગટા વિદ્યાભવન ખાતે પ્રેસ કોન્ફરન્સનું  આયોજન કરવામાં આવ્યું હતું. મીડિયા પ્રતિનિધિઓની ઉપસ્થિતીમાં આયોજકો દ્વારા BMUN 2025 નું વિઝન, લક્ષ્યાંકો અને કાર્યક્રમનું સંપૂર્ણ માળખું રજૂ કરવામાં આવ્યું.
આ વર્ષે 5 અને 6 જુલાઈએ રૂંગટા વિદ્યા ભવન ખાતે યોજાનાર BMUN 2025માં ભરૂચ જિલ્લાની 15થી વધુ અગ્રણી શાળાઓના લગભગ 200 વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાની રાજદ્વારી ચર્ચાઓમાં ભાગ લેવાનો મોકો આપશે.પરિષદનું ઉદ્ઘાટન 5 જુલાઈના રોજ થશે જેમાં ભરૂચના  ધારાસભ્ય રમેશ મિસ્ત્રી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. સાથે જ હોમી લેબના સ્થાપક, કલામ સેન્ટરના સીઈઓ અને પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. કલામના સલાહકાર જનપાલ સિંહ વિશિષ્ટ અતિથિ તરીકે હાજરી આપશે.
સમારોહની અધ્યક્ષતા સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મધુસુદન રૂંગટા કરશે.આ પરિષદમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત પ્રેસ કોર્પ્સ પણ જોડાશે, જે રીઅલ-ટાઈમ રિપોર્ટિંગ, સંપાદકીય લેખન અને પત્રકાર પરિષદોના અનુકરણથી વિદ્યાર્થીઓને મીડિયા ક્ષેત્રે તાલીમ આપશે.6 જુલાઈના રોજ BMUN 2025 એવોર્ડ સમારોહ સાથે પૂર્ણ થશે જેમાં પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.
Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.