અંકલેશ્વર: સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે યુનિટી માર્ચ યોજાય, મોટી સંખ્યામાં નગરજનો જોડાયા

એક ભારત-આત્મનિર્ભર ભારત અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારની યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું....

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • યુનિટી માર્ચનું આયોજન કરાયું

  • સરદાર પટેલની જન્મજયંતિની ઉજવણી

  • એકતા અંગેના શપથ લેવડાવાયા

  • મોટી સંખ્યમાં નગરજનો જોડાયા

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મદિનની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરમાં યુનિટી માર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.
દેશના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા એક ભારત-આત્મનિર્ભર ભારત અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજરોજ અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારની યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેરમાં આવેલ તુલસી સ્ક્વેર ખાતેથી આગેવાનોના હસ્તે લીલી ઝંડી બતાવી યુનિટી માર્ચનું પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતુ. 
આ પ્રસંગે રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર નગર સેવાસદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ,પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર કે. એમ. રાજપુત, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કણા સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. પુનગામ સ્થિત લાખા હનુમાનજી મંદિર સુધી યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.આ માર્ચ દરમિયાન એકતા અંગેના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા.
Latest Stories