ભરૂચ: સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચ યોજાય, મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • યુનિટી માર્ચનું આયોજન

  • સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી

  • એકતા અંગેના શપથ લેવડાવાયા

  • મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા

ભરૂચ દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર યુનિટી માર્ચનું આયોજન થઈ રહ્યું છે. તે અંતર્ગત આજે ભરૂચ વિધાનસભા ક્ષેત્રમાં પણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 
આ યાત્રાની શરૂઆત ભરૂચના ઝાડેશ્વર સ્થિત કેજીએમ સ્કૂલ પરથી કરવામાં આવી હતી. યાત્રા કેજીએમ વિદ્યાલયથી શરૂ થઈ તુલસીધામ, જ્યોતિનગર માર્ગે આગળ વધતી ભૃગુઋષિ બ્રિજ પરથી સેવાશ્રમ હોસ્પિટલ સુધી પહોંચી હતી.સેવાશ્રમ હોસ્પિટલ  સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી યાત્રાનું સમાપન કરવામાં આવ્યુ હતું.
સદર યાત્રામાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચ જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા, અધિક કલેકટર એન.આર. ધાધલ, પ્રાંત અધિકારી મનીષા માનાણી સહિતના અધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories