અંકલેશ્વર: GIDCમાં આવેલ વોકહાર્ટ કંપનીમાં પગાર વધારાની માંગ સાથે કર્મચારીઓનો હોબાળો

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી દવા ઉત્પાદક કંપની વોકહાર્ટમાં કામદારો દ્વારા પગાર વધારો અને અન્ય લાભોની માંગ સાથે કંપની મેનેજમેન્ટ સામે સૂત્રોચ્ચાર કર્યા

New Update
  • અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી છે કંપની

  • દવા ઉત્પાદક વોકહાર્ટ કંપનીનો વિવાદ

  • કામદારોએ પગાર વધારાની માંગ સાથે નોંધાવ્યો વિરોધ

  • કંપની સત્તાધીશોએ ગેટ પર બાઉન્સરો ગોઠવ્યા

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી દવા ઉત્પાદક વોકહાર્ટ કંપનીમાં કામદારોએ પગાર વધારા સહિતની માંગ સાથે સૂત્રોચાર કરતા કંપની સત્તાધીશોએ ગેટ પર બાઉન્સરોને ગોઠવી દઈ કર્મચારીઓને અંદર પ્રવેશતા અટકાવતા મામલો વિવાદિત બન્યો હતો
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી દવા ઉત્પાદક કંપની વોકહાર્ટમાં આજે કામદારો દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરાયુ હતું. પગાર વધારો અને અન્ય લાભોની માંગ સાથે કામદારોએ ગેટ પાસે ભેગા થઈને કંપની મેનેજમેન્ટ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.કામદારોનો આક્ષેપ છે કે કોઈપણ પ્રકારની લીગલ નોટીસ આપ્યા વિના જ કંપનીએ  કર્મચારીઓને અંદર જતા અટકાવ્યા હતા.સાથે જ ગેટ પર બાઉન્સર તૈનાત કરી કામદારોને અંદર પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવી નથી.
આ અંગે કર્મચારીઓએ જણાવ્યું હતું કે કંપની સાથે છેલ્લા 52 મહિનાથી પગાર વધારા સહિતની માંગ સાથે સેટલમેન્ટની વાત ચાલી રહી હતી આજરોજ કામદારોએ પગાર વધારાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરતા કંપની સત્તાધીશોએ બાઉન્સરોને બોલાવી કામદારોને દબાવવાનો પ્રયાસ કર્યો છે જે ગેરકાયદેસર છે.
બીજી તરફ, કંપની મેનેજમેન્ટે પોતાની સ્પષ્ટતા આપતા કહ્યું છે કે કામદારો ગેરકાયદેસર રીતે હડતાળ પર ઉતર્યા છે. તેથી જ તેમને ફેક્ટરીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી નથી.કામદારો બાંહેધરી પત્ર લખી આપે પછી જ તેમને અંદર પ્રવેશ કરવા દેવામાં આવશે.
Latest Stories