અંકલેશ્વર: પાનોલીની સનફાર્મા કંપની પર હોબાળો, કામદારનું કેમિકલની અસરથી મોત થતા વળતરની માંગ

અંકલેશ્વરના પાનોલીની સનફાર્મા કંપનીમાં ગેસની અસરથી યુવાનના મોત બાદ પરિવારને ન્યાય અને વળતરની માંગ સાથે કામદારોએ મંગળવારે હોબાળો મચાવ્યો....

New Update
  • પાનોલીની સનફાર્મા કંપની પર હોબાળો

  • કામદારો-પરિવારજનોએ હોબાળો મચાવ્યો

  • કામદારનું કેમિકલની અસરથી થયું હતું મોત

  • પરિવારજનોને યોગ્ય વળતરની માંગ

અંકલેશ્વરના પાનોલીની સનફાર્મા કંપનીમાં રવિવારે મૂળ ઓરિસ્સાનો 37 વર્ષીય કામદાર અલાદ કંદબા ભુએ પ્લાન્ટ નંબર 6 માં કામ કરી રહ્યો હતો. તે વખતે રિકેટર નંબર 617 માં ટોલ્વીન પ્રોસેસ થઇ રહી હતી. અચાનક ટોલ્વીનની અસર લગતા યુવાનને માથામાં દુખાવો શરુ થયો હતો. જેને કંપનીના ઓ.એચ.સી ખાતે સારવાર બાદ તેની હાલત ગંભીર થતા અંકલેશ્વરની પદ્દમસિદ્ધા હોસ્પિટલ ખાતે દાખલ કરાયો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન શ્રમિક અલાદ ભુએનું મોત નીપજ્યુ હતું.
મંગળવારે આ અંગેની જાણ થતા જ કંપનીની બહાર અન્ય કામદારોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. કંપનીના ગેટ પાસે ભેગા થઇ મૃતકના પરિવારને યોગ્ય વળતરની માંગણી સાથે દેખાવો કરાયા હતા. ઘટનાની જાણ થતા આમ આદમી પાર્ટીના આગેવાનો પણ કંપની ખાતે દોડી આવ્યા હતા અને મૃતક કામદારના પરિવારને વળતર અપાવવા કંપની મેનેજમેન્ટને રજૂઆત કરી હતી.
Latest Stories