ભરૂચ: જિલ્લા કોર્ટમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાય

ભરૂચ જિલ્લા કોર્ટ ખાતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી જેમાં ધારાશાસ્ત્રીઓએ ઉત્સાહભેર ભાગ લીધો........

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • જિલ્લા કોર્ટ ખાતે આયોજન

  • બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી

  • મતદાન પ્રક્રીયા યોજાય

  • વકીલોએ લીધો ઉત્સાહભેર ભાગ

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તેના અનુસંધાને ભરૂચ જિલ્લા કોર્ટ ખાતે પણ આજે સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
આ ચૂંટણી માટે ભરૂચ જિલ્લા કોર્ટમાંથી કુલ ત્રણ એડવોકેટોએ ઉમેદવારી નોંધાવી છે. આજે યોજાઈ રહેલી મતદાન પ્રક્રિયામાં ભરૂચ જિલ્લાના કુલ ૧૦૩૨ જેટલા વકીલ મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને ઉમેદવારોને મત આપશે. મતદાન માટે કોર્ટ પરિસરમાં ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ ચૂંટણી દ્વારા આગામી પાંચ વર્ષ માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત (BCG)ની નવી કમિટીની રચના કરવામાં આવશે.
રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં એડવોકેટોએ ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત કુલ ૧૦૩ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જેમાંથી ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ૯૯ એડવોકેટ ઉમેદવારોના ફોર્મ માન્ય ઠરાવવામાં આવ્યા છે.આગામી દિવસોમાં મતગણતરી બાદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની નવી ટીમની જાહેરાત કરવામાં આવશે.
Latest Stories