ભરૂચ: રાજકીય ગરમાવા વચ્ચે દૂધધારા ડેરીની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા, દિગ્ગજોએ કર્યા જીતના દાવા

ડેરી વ્યવસ્થાપન કમિટીની કુલ 14 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે.એક બેઠક પર અરૂણસિંહ રણાની પેનલના પ્રકાશ દેસાઈ બિન હરીફ ચૂંટાઈ આવ્યા છે. ચૂંટણીમાં 12 સામાન્ય, 2 મહિલા અને 1 એસ.સી./એસ.ટી. બેઠકનો સમાવેશ થાય છે.

New Update
  • ભરૂચની દુધધારા ડેરીની આજે ચૂંટણી

  • 14 બેઠક માટે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ

  • ભાજપના જ 2 દિગ્ગજો વચ્ચે જંગ

  • ઘનશ્યામ પટેલ-અરૂણસિંહ રણાની પેનલ આમને સામને

સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલી ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં આજરોજ મતદાન પ્રક્રિયા યોજાય હતી. જેમાં ભાજપના જ બે દિગ્ગજોની પેનલ આમને સામને છે.
ભરૂચની પ્રતિષ્ઠિત અને સમગ્ર રાજયમાં ચર્ચાસ્પદ બનેલી દૂધધારા ડેરીની ચૂંટણીમાં આજે મતદાન પ્રક્રિયા યોજાય રહી છે. ભરૂચના આયોજન ભવન તો નર્મદા જિલ્લામાં રાજપીપળા એપીએમસી ખાતે સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. કોઈ અનિરછનિય
બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. બન્ને પેનલના ઉમેદવારોએ મતદાન કર્યું હતું.આ ચૂંટણીમાં કુલ 296 મતદાર નોંધાયા છે.ભરૂચ આયોજન ભવન ખાતે ભરૂચ જિલ્લાના 7 ઝોનના 182 મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.
આ ચૂંટણીમાં ભાજપના જ બે દિગ્ગજો આમને સામને આવ્યા છે. ધારાસભ્ય અરૂણસિંહ રણા અને નર્મદા જિલ્લાના પૂર્વ ભાજપ પ્રમુખ તથા છેલ્લા 17 વર્ષથી ડેરીના ચેરમેન રહેલા ઘનશ્યામ પટેલ વચ્ચે આ ટક્કર થઈ રહી છે. ડેરી વ્યવસ્થાપન કમિટીની કુલ 14 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે.એક બેઠક પર અરૂણસિંહ રણાની પેનલના પ્રકાશ દેસાઈ બિન હરીફ ચૂંટાઈ આવ્યા છે. ચૂંટણીમાં 12 સામાન્ય, 2 મહિલા અને 1 એસ.સી./એસ.ટી. બેઠકનો સમાવેશ થાય છે.ભાજપે આ ચૂંટણી માટે પેનલ પ્રમાણે મેન્ડેટ આપ્યું હતું. 
જેમાં ઘનશ્યામ પટેલની પેનલના 12 ઉમેદવારો તથા અરૂણસિંહ રણાની પેનલના 3 ઉમેદવારોને પક્ષ તરફથી મંજુરી મળી હતી. બીજી તરફ મેન્ડેટ વિના અપક્ષ તરીકે ચૂંટણી લડનારા અરૂણસિંહ રણાની પેનલના  9 સભ્યોને ભાજપે સસ્પેન્ડ કર્યા હતા. ચૂંટણીમાં બંને પેનલના ઉમેદવારોએ પોત પોતાની જીતના દાવા કર્યા હતા. અપક્ષ ઉમેદવાર મહેશ વસાવાએ જો તેમની પેનલ જીતશે તો ઘનશ્યામ પટેલની પેનલને ટેકો આપવાની જાહેરાત કરી હતી
દૂધધારા ડેરીની ચૂંટણીની મતગણતરી આવતીકાલે કરવામાં આવશે. આવતીકાલે સવારે 9 વાગ્યાથી આયોજન ભવન ખાતે મત ગણતરી પ્રક્રિયા હાથ ધરાશે અને બપોરે 12 વાગ્યા સુધીમાં પરિણામો જાહેર થાય તેવી શક્યતા છે ત્યારે આવતીકાલે ભાજપના જ બંને દિગ્ગજોના ભાવીનો ફેંસલો થશે.
Latest Stories