વાગરા: પણીયાદરા નજીક આવેલ યોગી સોલ્ટ ખાતેથી વન કર્મીઓએ મગરનું સફળતાપૂર્વક કર્યું રેસ્ક્યુ

વાગરા વન વિભાગની કચેરી ખાતેથી મળેલી માહિતી મુજબ આજરોજ પણીયાદરા સ્થિત યોગી સોલ્ટમાં મગર ઘૂસી આવ્યો હોવાની માહિતી મળી હતી. બનાવની જાણ થતાં

New Update
gujarat magar

વાગરા વન વિભાગની કચેરી ખાતેથી મળેલી માહિતી મુજબ આજરોજ પણીયાદરા સ્થિત યોગી સોલ્ટમાં મગર ઘૂસી આવ્યો હોવાની માહિતી મળી હતી. બનાવની જાણ થતાંજ વાગરા વન વિભાગની ટીમ મગરનું રેસ્ક્યુ કરવા માટે પહોંચી ગઈ હતી. ભારે જહેમત બાદ મહાકાય મગરનું સુરક્ષિત રીતે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

Advertisment

ત્યાર બાદ મગરને વાગરા વન કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો. નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણના માર્ગદર્શન હેઠળ વેટરનરી ડોકટર દ્વારા ચેકઅપ કરાવ્યા બાદ મગરને ફરી કુદરતી વાતાવરણમાં છોડી મુકવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.

Advertisment
Latest Stories