ભરૂચ: વાલિયાના ચમારીયા ગામે વરસાદી માહોલ વચ્ચે 2 મકાનની દીવાલ ધરાશાયી, 6 લોકોનો આબાદ બચાવ

છેલ્લા ત્રણ દિવસથી વાલિયા તાલુકામાં ભારે વરસાદની આગાહી વચ્ચે સતત વરસાદ વરસી રહ્યો છે.જેને પગલે મકાનની દીવાલો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી..

New Update
Chamaria village
ભરૂચ વાલિયા તાલુકાના ચમારીયા ગામમાં સતત બે દિવસ વરસેલા ભારે વરસાદ અને વીજળી પડતા બે મકાનોની દીવાલ ધરાશાયી થતા 6 લોકોનો આબાદ બચાવ થયો હતો.

Chamaria village

છેલ્લા ત્રણ દિવસથી વાલિયા તાલુકામાં ભારે વરસાદની આગાહી વચ્ચે સતત વરસાદ વરસી રહ્યો છે.જેને પગલે મકાનની દીવાલો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે.ત્યારે ચમારીયા ગામના મસ્જિદ ફળિયામાં રહેતા સંજય રમેશ વસાવા ગતરોજ રાતે પોતાના પરિવાર સાથે સુઈ ગયા હતા.તે દરમિયાન ભારે વરસાદને કારણે અચાનક દીવાલ ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી. 
જો કે આ ઘટનામાં પરિવારનો આબાદ બચાવ થયો હતો. જ્યારે દીવાલ ધરાશાયી થતા નુકશાન થવા પામ્યું છે.તો આજ ફળિયામાં રહેતા ફિલિપકુમાર અરવિંદ વસાવાના મકાન પર વીજળી પડતા દીવાલ ધરાશાયીની ઘટના સામે આવી હતી.આ બંને ઘટનાઓમાં બંને મકાન માલિકોને નુકશાન થયું હતું.
Latest Stories