ભરૂચ: લીંકરોડ પર આવેલ જયનારાયણ સોસા.માં શ્રીજીની પ્રતિમા પાસે મહિલાએ ફેંક્યો કચરો, ગુનો દાખલ કરવાની માંગ

ભરૂચ લીંકરોડ પર આવેલ જયનારાયણ સોસા.માં શ્રીજીની પ્રતિમા પાસે કચરો નાંખતી મહિલાના CCTV બહાર આવ્યા છે ત્યારે મહિલા સામે પોલીસ ફરિયાદ નોંધવાની માંગ સાથે સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો

author-image
By Connect Gujarat Desk
New Update
  • ભરૂચના લિંક રોડ પર આવેલ સોસા.નો બનાવ

  • જય નારાયણ સોસાયટીનો બનાવ સામે આવ્યો

  • મહિલાએ શ્રીજી પાસે ફેંક્યો કચરો

  • ઘટનાના સીસીટીવી પણ આવ્યા બહાર

  • મહિલા સામે ગુનો દાખલ કરવા માંગ

ભરૂચમાં ગણેશોત્સવ દરમિયાન વિવાદોનો સિલસિલો અટકતો નથી. થોડા દિવસો પહેલાં અંકલેશ્વરમાં ગણેશ પંડાલમાં અશ્લીલ ડાન્સનો વીડિયો બહાર આવતા ભારે ચકચાર મચી હતી. હવે એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક મહિલા પંડાલમાં સ્થાપિત શ્રીજીની પ્રતિમા પાસે કચરો નાંખતી જોવા મળી રહી છે.પંડાલમાં પડેલો કચરો મહિલા એકઠો કરે છે અને ત્યાર બાદ શ્રીજીની પ્રતિમા પાસે ઠાલવે છે એ સહિતની ગતિવિધિ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
આ વીડિયો ભરૂચના લીંક રોડ પર આવેલી જય નારાયણ સોસાયટીનો હોવાનું બહાર આવ્યું છે ત્યારે સોસાયટીના રહીશો અને હિન્દુ સંગઠનના આગેવાનો કચરો ફેકનાર મહિલાના ઘરની બહાર એકત્રિત થયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. જેને લઇ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો આ સમગ્ર મામલામાં સ્થાનિકોએ મહિલા દ્વારા વારંવાર હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે તેની સામે ગુનો દાખલ કરાવવાની માંગ કરવામાં આવી છે.
Latest Stories