ભરૂચ: નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે વિશ્વ મેગ્રોવ દિવસની ઉજવણી, જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

તટીય વિસ્તારોમાં મેંગ્રોવના સંરક્ષણનું મહત્વ ઉજાગર કરવું ખૂબ જ જરૂરી છે. ગુજરાત ભારતનું બીજું સૌથી મોટું મેંગ્રોવ આવરણ ધરાવતું રાજ્ય છે અને તેમાં રોપણીના દ્રષ્ટિએ નોંધપાત્ર પ્રગતિ થઈ છે

New Update
  • ભરૂચમાં વિશ્વ મેગ્રોવ દિવસની ઉજવણી

  • નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે આયોજન

  • દિપક ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમ યોજાયો

ભરૂચની નવસારી કૃષિ યુનિવર્સીટી ખાતે દીપક ફાઉન્ડેશન અને ડીસીએમ કંપનીના સંયુક્ત ઉપક્રમે વિશ્વ મેગ્રોવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભરૂચ જેવા તટીય વિસ્તારોમાં મેંગ્રોવના સંરક્ષણનું મહત્વ ઉજાગર કરવું ખૂબ જ જરૂરી છે. ગુજરાત ભારતનું બીજું સૌથી મોટું મેંગ્રોવ આવરણ ધરાવતું રાજ્ય છે અને તેમાં રોપણીના દ્રષ્ટિએ નોંધપાત્ર પ્રગતિ થઈ છે. તેમ છતાં ભરૂચ જિલ્લામાં મેંગ્રોવનું સંરક્ષણ પર્યાવરણીય સંતુલન અને સ્થાનિક સમુદાયના કલ્યાણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે ત્યારે ભરૂચની નવસારી કૃષિ યુનિવર્સિટી  ખાતે "ભરૂચના તટીય વિસ્તારોના મહત્વ અને પડકારો" વિષય પર જાગૃતિ અને સંવેદનશીલતા કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં વનવિભાગ, કૃષિ યુનિવર્સિટી, તટિય સમુદાયો, વિદ્યાર્થીઓ, કોર્પોરેટસ અને એનજીઓ જેવા વિવિધ હિતધારકો જોડાયા હતા. આ પ્રસંગે દીપક ફાઉન્ડેશનના કાર્યક્રમ મેનેજર અનિલકુમાર, નવસારી કૃષિ યુનિવર્સિટીના પ્રમુખ ડી.ડી. પટેલ, જનરલ મેનેજર નિર્મળસિંહ યાદવ,સિનિયર મેનેજર સંદીપ વરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories