New Update
/connect-gujarat/media/media_files/2025/06/21/svem-school-ankleshwar-2025-06-21-13-55-50.jpeg)
અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસ વી ઈ એમ ગુજરાતી માધ્યમ શાળામાં તારીખ 21 જૂન 2025 ને શનિવારના રોજ પૂર્વ પ્રાથમિક તેમજ પ્રાથમિક વિભાગમાં 11માં વિશ્વ યોગ દિનની ONE EARTH ONE HEALTH થીમ અંતર્ગત ઉજવણી કરવામાં આવી હતી.
શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા તેમજ સુપરવાઇઝર મીતા રીંડાણીની અધ્યક્ષતા અને માર્ગદર્શન હેઠળ શાળાના યોગ શિક્ષિકા ભામીની ભરડીવાળાના નેતૃત્વ હેઠળ વિદ્યાર્થીઓને યોગનું મહત્વ સમજાવી વિવિધ યોગાસન,પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતા.વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં આપણા ભારત દેશના પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણીનો પ્રસ્તાવ મુકાયો હતો.
જેનો સ્વીકાર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવ્યો હતો. આથી તારીખ 21 જૂન 2015 થી આજ દિન સુધી દર વર્ષે શાળામાં શુભાશય સાથે વિશ્વ યોગ દિનની ઉજવણી કરી યોગઃ કર્મસુ કૌશલમ્ આ વાક્યને ચરિતાર્થ કરવામાં આવ્યું હતું.સાથે વિશ્વ સંગીત દિવસની ઉજવણી પણ શાળાના સંગીત શિક્ષક કરણ ભટારા દ્વારા વિદ્યાર્થીઓને સંગીતની સમજ સાથે સુર, તાલ, લયના સથવારે રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.
Latest Stories