બ્રહ્માકુમારીઝ સંસ્થાના સ્થાપક દાદા લેખરાજ બ્રહ્માબાબા
દાદા લેખરાજ બ્રહ્માબાબાના સ્મૃતિ દિવસની ઉજવણી કરાશે
સતત એક મહિનો સુધી ‘યોગ તપસ્યા ભઠ્ઠી’નું આયોજન
આજરોજ ‘યોગ તપસ્યા ભઠ્ઠી’નો પ્રારંભ કરવામાં આવ્યો
માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડિરેક્ટર પ્રભાદિદિની ઉપસ્થિતિ
પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સંસ્થાના સ્થાપક દાદા લેખરાજ બ્રહ્માબાબાનો આગામી તા. 18 જાન્યુઆરીના રોજ સ્મૃતિ દિવસ આવી રહ્યો છે, ત્યારે ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ અનુભૂતિધામ ખાતે સતત એક મહિના સુધી આયોજિત ‘યોગ તપસ્યા ભઠ્ઠી’નો બ્રહ્માકુમારીઝ સંસ્થાના મુખ્યાલય માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડિરેક્ટર પ્રભાદિદિની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.
જેમાં ‘બંધન મુક્ત જીવન’ની વિશેષ થીમ પર સતત એક મહિનો યોગ તપસ્યા ભઠ્ઠીનું આયોજન કરાયું છે. આ પ્રસંગે બ્રહ્માકુમારીઝના સમર્પિત ભાઈ-બહેનો સહિત મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા.