New Update
/connect-gujarat/media/media_files/2025/08/23/gumandev-hanuman-darshan-2025-08-23-13-13-57.jpg)
ભરૂચના વાલિયા ગામની બિરસા મુંડા ચોકડી પાસે ગામના યુવાનો દ્વારા ગુમાનદેવ ધામ ખાતે પદયાત્રા જતા હનુમાન ભક્તોને સેવા પૂરું પાડવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી ભરૂચના વાલિયા ગામના તમામ સમાજના યુવાનો દ્વારા ગુમાનદેવ મંદિરે જતા પદયાત્રીઓને સેવા આપવામાં આવે છે.
જેના ભાગરૂપે શ્રાવણ માસના છેલ્લા શનિવારે ગુમાનદેવ હનુમાન મંદિર ખાતે દર્શન માટે વાલિયા,વાડી સહિતના ગામોના ભક્તો પદયાત્રા રવાના થયા હતા.જે પદયાત્રા જતા ભક્તોને વાલિયા ગામની બિરસા મુંડા ચોકડી પાસે ગામના યુવાનોએ નાસ્તો અને ફરાર તેમજ ચા આપી સેવા પૂરી પાડી હતી.યુવાનોની આ સેવાથી પદયાત્રા કરતા શ્રદ્ધાળુઓએ તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
Latest Stories