ભાવનગર : શંકાસ્પદ હાથીદાંતના બલોયા-ચુડીઓ અને 9 કિલો પાવડરના જથ્થા સાથે 1 ઈસમ ઝડપાયો

New Update
ભાવનગર : શંકાસ્પદ હાથીદાંતના બલોયા-ચુડીઓ અને 9 કિલો પાવડરના જથ્થા સાથે 1 ઈસમ ઝડપાયો

રાંધનપુરી બજારમાંથી LCB પોલીસના હાથે ઝડપાયો ઇસમ

શંકાસ્પદ હાથીદાંતની બનાવટના બલોયા અને પાવડર જપ્ત

મુદ્દામાલ જુનાગઢ લેબમાં મોકલી વન વિભાગ દ્વારા કાર્યવાહી

ભાવનગર શહેરના રાંધનપુરી બજારમાંથી શંકાસ્પદ હાથીદાંતની બનાવટના બલોયા, ચુડીઓ અને પાવડર સાથે LCB પોલીસે એક ઇસમની ધરપકડ કરી વન વિભાગને સોંપ્યો હતો.

ભાવનગર શહેરના રાંધનપુરી બજારમાં શહેરના ફુલસર વિસ્તારમાં રહેતા રાજેન્દ્ર મણીયાર કે, જેઓ શંકાસ્પદ અને અતિ જૂની કહી શકાય તેવી હાથીદાંતની ચુડીઓ, બલોયા અંદાજીત 6.8 કિલો તેમજ માથાના તેલમાં તેમજ અન્ય ઔષધોમાં નાખવા માટે પણ વપરાતા હાથીદાંતનો પાવડર જેનો વજન 1.2 કિલો મળી કુલ 8 કિલોના જથ્થા સાથે ફરી રહ્યા હોય, જે અંગેની બાતમી LCB પોલીસને મળતા પોલીસે આ ઇસમને મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. પોલીસે તેની વધુ પૂછપરછ કરતા આ મામલો વનવિભાગ હેઠળનો હોય જેથી LCB પોલીસે આરોપીને મુદ્દામાલ સાથે વનવિભાગને સોંપી દીધો હતો, જ્યારે વનવિભાગે આ મામલે આરોપીની અટકાયત કરી છે. તો બીજી તરફ, ઝડપાયેલા શંકાસ્પદ મુદ્દામાલને વધુ તપાસ માટે જુનાગઢ ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

Latest Stories