Connect Gujarat
ગુજરાત

ભાવનગર : રીવરફ્રન્ટમાં નડતરરૂપ 1,500 ઝુંપડાઓ તોડાશે, રહેણાંક બચાવવા લોકોની દોડધામ

લાલ વાવટા ઝુંપડપટ્ટી સંઘ તરફથી મેયરને રજુઆત કરી વૈકલ્પિક જગ્યા ફાળવવાની માંગ કરાઇ છે...

X

ભાવનગરમાં કંસારા રીવરફ્રન્ટના નિર્માણમાં નડતરરૂપ 1,500 જેટલા ઝુંપડાઓ હટાવી લેવા મનપાએ નોટીસ આપતાં લોકો રહેણાંક બચાવવા માટે દોડધામ કરી રહયાં છે. લાલ વાવટા ઝુંપડપટ્ટી સંઘ તરફથી મેયરને રજુઆત કરી વૈકલ્પિક જગ્યા ફાળવવાની માંગ કરાઇ છે...

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કંસારા રિવરફ્રન્ટની કામગીરીને લઇને ભૂતકાળમાં દબાણો દુર કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત રીવરફ્રન્ટની કામગીરીમાં નડતરરૂપ 1,500 જેટલા ઝુ઼ંપડાવાસીઓને જગ્યા ખાલી કરી દેવા નોટીસ આપવામાં આવી છે. મનપાની નોટીસ મળતાંની સાથે મકાન અને ઝુંપડાધારકોમાં દોડધામ મચી ગઇ છે. લાલ વાવટા ઝુંપડપટ્ટી સંઘના પ્રમુખ અરૂણ મહેતાની આગેવાનીમાં સ્થાનિક રહીશોએ મેયરને રજુઆત કરી છે.

લાલ વાવટા ઝુંપડપટ્ટી સંઘે રજુઆતમાં જણાવ્યું છે કે, તેમની ઝુંપડપટ્ટી કોર્પોરેશન તથા સરકાર માન્ય ઝુંપડપટ્ટી છે અને તેનો સ્કેચ પણ બનાવવામાં આવ્યો છે. અગાઉ મ્યુનિસિપલ કમિશનરની દરખાસ્તના આધારે સ્ટેન્ડીંગ કમિટિમાં અને સાધારણ સભામાં ઠરાવથી મફતનગરનો વિગતવાર સર્વે પણ કરાવવામાં આવ્યો હતો. સર્વેનો હેતુ મકાનધારકોને કાયમી માલિકી હક આપવાનો ઠરાવ કરવા માટેનો હતો. લાયસન્સ ફી લઇને વર્ષ ૧૯૯૦-૯૧માં મકાન ધારકોને ઓળખ પત્રો આપવામાં આવ્યા છે. લાલ વાવટા ઝુંપડપટ્ટી સંઘની રજુઆત સંદર્ભમાં ભાવનગર મહાનગરપાલિકાના મેયર કિર્તિબેને પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

Next Story
Share it