ભાવનગર કાલિયાબીડ સદગુરુ આશ્રમ ખાતે 151 કુવારીક બળાઓએ આધ્યશક્તિનું સ્વરૂપ ધારણ કરી નવરાત્રીની ઉજવણી કરી હતી.
નવરાત્રી દરમિયાન શક્તિના ઉપાસકો નવ દિવસનું વ્રત ધારણ કરીને ગરબા દ્વારા શક્તિની ઉપાસના કરે છે. નવરાત્રિ નારી શક્તિને સમર્પિત પણ માનવામાં આવે છે. તેથી નવરાત્રિ પાવન પર્વ નિમિત્તે દુર્ગાષ્ટમી અને મહાનવમીના દિવસે કન્યાઓની પૂજા કરવામાં આવે છે. કારણ કે કન્યાઓને માતા દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે. ત્યારે ભાવનગર કાલિયાબીડ સદગુરુ આશ્રમ ખાતે પરંપરાગત રીતે નવરાત્રીની ઉજવણીમાં 151 કુવારીકા બાળાઓએ ચોસઠ જોગણીના સ્વરૂપ ધારણ કર્યા હતા. આ કુવારીકાના સ્વરૂપ જોઈને માં આદ્યશક્તિના દર્શન સાક્ષાત થતા હોય તેવો અનુભવ થઈ રહ્યો હતો તેમજ મહંત શ્રી દ્વારા તમામ આદ્યશક્તિ સ્વરૂપ ધારણ કરનાર કુવારીકાના ચરણની પૂજા કરીને નવરાત્રી ઉજવવામાં આવી હતી.