Connect Gujarat
ગુજરાત

ભાવનગર : સરહદોની રક્ષા કરતાં સૈનિકો માટે બાળકોનો ઉમદા પ્રયાસ, 2,100 રાખડીઓ મોકલશે

સ્કાઉટના બાળકો બનાવશે 2,100 જેટલી રાખડીઓ, આ રાખડીઓને સૈનિકોને મોકલવામાં આવશે.

X

દેશના સીમાડાઓની રક્ષા કરતાં સૈનિકો મોટા ભાગના તહેવારો સરહદ પર જ ઉજવતાં હોય છે. આગામી રક્ષાબંધનના પર્વને અનુલક્ષી ભાવનગરના બાળકોએ સૈનિકો માટે એક ઉમદા કાર્ય હાથ ધર્યું છે.

અગામી દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહયો છે. બહેનો પોતાના ભાઇઓના હાથે રાખડી બાંધી તેની સલામતી અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરશે. આપણે નસીબદાર છીએ કે આપણે આ તહેવારની ઘરે ઉજવણી કરી શકીએ છીએ પણ આપણા સૈનિકો કે જેઓ મોટાભાગના તહેવારો સરહદો પર ઉજવતાં હોય છે. સૈનિકો તહેવારોની સારી રીતે ઉજવણી કરી શકે તે માટે ભાવનગરના બાળકોએ એક રાખી ફૌજી કે નામ અભિયાનની શરૂઆત કરી છે.

સ્ટાઉટ ગાઇડના બાળકો તેમના સ્વહસ્તે 1,200 જેટલી રાખડીઓ બનાવી સૈનિકોને મોકલશે. ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઇડ સંઘના નેજા હેઠળ વિવિધ શાળાઓના સ્કાઉટ ગાઇડના બાળકો આ અભિયાનમાં સામેલ થયાં છે. સંઘના પ્રમુખ નિશિતભાઈ મહેતા, સ્કાઉટ ગાઈડ કમિશનર દર્શનાબેન ભટ્ટ, જિલ્લા મંત્રી અજય ભટ્ટ સહીતના હોદ્દેદારો અને સભ્યોના માર્ગદર્શન હેઠળ આ અભિયાન ચાલી રહયું છે.

Next Story