ભાવનગર : વરતેજ નજીક ગેર’કાયદે બાયો ડીઝલનું વેંચાણ કરતાં 3 શખ્સોની અટકાયત, રૂ. 15.55 લાખનો મુદ્દામાલ જપ્ત

વરતેજ નજીક ખુલ્લા પ્લોટમાં ગેરકાયદેસર બાયો ડીઝલનું વેચાણ કરતાં 3 શખ્સોની પોલીસે રૂ. 15.55 લાખના મુદ્દામાલ સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર : વરતેજ નજીક ગેર’કાયદે બાયો ડીઝલનું વેંચાણ કરતાં 3 શખ્સોની અટકાયત, રૂ. 15.55 લાખનો મુદ્દામાલ જપ્ત
New Update

ભાવનગર શહેરના વરતેજ નજીક ખુલ્લા પ્લોટમાં ગેરકાયદેસર બાયો ડીઝલનું વેચાણ કરતાં 3 શખ્સોની પોલીસે રૂ. 15.55 લાખના મુદ્દામાલ સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન વરતેજ પાસે આવતા અશ્વિની પેટ્રોલ પમ્પની પાછળ આવેલ ખુલ્લા પ્લોટમાં વરતેજ ગામના હિતેન્દ્રસિંહ ઉર્ફે શક્તિ પરમાર ગેરકાયદેસર જવલનશીલ પ્રવાહીનો જથ્થો બેરલમાં ભરી ટ્રકની ટાંકી ભરી વેચાણ કરે છે, તેવી બાતમી મળી હતી. જે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા પોલીસને એક બેરલમાંથી એક-એક ટ્રકમાં બાયો ડીઝલ ભરવામાં આવતું હોવાનું નજરે પડ્યું હતું. જેમાં વધુ તપાસ હાથ ધરતા ભેળસેળ યુક્ત બાયો ડીઝલ 660 લીટર જેની કિંમત 46,200 રૂપિયા, લોખંડના 3 બેરલ જેની કિંમત 1500 રૂપિયા, રોકડા રૂપિયા 5 હજાર અને ટ્રક મળી કુલ 15,55,850 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. આ સાથે જ વરટેજ પોલીસે હિતેન્દ્રસિંહ ઉર્ફે શક્તિ, કોમલ રવજાણી, કુલદીપસિંહ ગોહિલને ઝડપી પાડી ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#CGNews #Vartej #bio diesel #selling #Gujarat #illegally #3 persons arrested #Bhavnagar
Here are a few more articles:
Read the Next Article