Connect Gujarat
ગુજરાત

ભાવનગર: યુક્રેનમાં 37 લોકો ફસાયા, વહીવટી તંત્ર દ્વારા પરિવારજનોનો કરાયો સંપર્ક

ભારતીયો પર મુસીબત આવી ગઇ છે.યુક્રેનમાં અભ્યાસ કરવા ગયેલા હજારો ભારતીય વિધાર્થીઓ પણ યુદ્ધ બાદ ત્યાં ફસાયા છે

X

યુક્રેન પર રશિયાના હુમલા બાદ ત્યાં રહેતા ભારતીયો પર મુસીબત આવી ગઇ છે.યુક્રેનમાં અભ્યાસ કરવા ગયેલા હજારો ભારતીય વિધાર્થીઓ પણ યુદ્ધ બાદ ત્યાં ફસાયા છે જેમાં ભાવનગર જિલ્લાના ૩૭ જેટલા લોકો ફસાતા ભાવનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા કન્ટ્રોલ રૂમ શરૂ કરી પરિવારજનોને જરૂરી સૂચન કરવામાં આવી રહ્યા છે

રશિયાના હુમલાબદ યુક્રેનમાં મોટી સંખ્યામાં ભારતીયો પર મુસીબત આવી ગઈ છે જેઓને ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા તમામ લોકોને સુરક્ષિત પરત લાવવાના તમામ પ્રયાસો કરી રહ્યું છે ત્યારે ભાવનગર શહેર અને જિલ્લાના મળી કુલ ૩૭ જેટલા લોકો ફસાયા હોવાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા માહિતીમાં આપવામાં આવી છે જેમાં ૨૮ વિદ્યાર્થી MBBSનો અભ્યાસ યુક્રેનમાં કરે છે અને બે યુવતી યુક્રેનમાં ફસાયા હોવાની માહિતી આપવામાં આવી જેના માટે ભાવનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે તેમજ યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની જાણકારી અને તેના પરિવાર સાથે સતત સંપર્કમાં છે અને પરિવારજનોને જરૂરી સૂચન પણ કરવામાં આવ્યું છે

Next Story