Connect Gujarat
ગુજરાત

ભાવનગર : 38મી મિસ્ટર ગુજરાત બોડી બિલ્ડર સ્પર્ધાનું આયોજન, 60 બોડી બિલ્ડરોએ ઉત્સાહભેર ભાગ લીધો...

મિસ્ટર ગુજરાત બોડી બિલ્ડર સ્પર્ધાને અનુલક્ષીને ભાવનગર ખાતે મિસ્ટર ભાવનગર, મિસ્ટર બોટાદ તેમજ બોડી બિલ્ડર અને મેન્સ ફિઝીક કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

મિસ્ટર ગુજરાત બોડી બિલ્ડર સ્પર્ધાને અનુલક્ષીને ભાવનગર ખાતે મિસ્ટર ભાવનગર, મિસ્ટર બોટાદ તેમજ બોડી બિલ્ડર અને મેન્સ ફિઝીક કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આગામી દિવસોમાં સુરત ખાતે યોજાવા જઈ રહેલા મિસ્ટર ગુજરાત બોડી બિલ્ડર સ્પર્ધાને અનુલક્ષી ભાવનગર અને બોટાદ જિલ્લા બોડી બિલ્ડર એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ભાવનગર ખાતે મિસ્ટર ભાવનગર અને મિસ્ટર બોટાદ તેમજ બોડી બિલ્ડર અને મેન્સ ફિઝીક કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ભાવનગર જિલ્લામાં ફિટનેસ ક્લબના સંચાલક તેમજ એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં 60 બોડી બિલ્ડરોએ ભાગ લીધો હતો. જેમાં બોટાદના 15 અને ભાવનગરના 45 સ્પર્ધકો જોડાયા હતા. મિસ્ટર ભાવનગરના પ્રથમ ક્રમે સાગર વાઘેલા, બીજા ક્રમે સંજય બારીયા અને ત્રીજા ક્રમે મોહન અય્યાર બીજેટ વિજેતા થયા હતા. સાથે જ મેન્સ ફિઝીકમાં રેન્ક-1 તરીકે હિરેન હલદરિયા,રેન્ક-2 ભાવિન સોલંકી અને રેન્ક-3 સંજય બારીયા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે બોટાદમાંથી મિસ્ટર બોટાદના પ્રથમ ક્રમ વસીમ ગાંજા, બીજા ક્રમે સુફીયાન ભુરાની અને ત્રીજા ક્રમે સોહન ઝાપડિયા વિજેતા થયા હતા.

Next Story