ભાવનગર: 6 મહિના પૂર્વે થયેલા ડબલ મર્ડર કેસમાં પોલીસને મળી મોટી સફળતા, 6 આરોપી ઝડપાયા

પીંગળી ગામે થયેલ ડબલ મર્ડર કેસના ગુનામાં સંડાવેલા છ આરોપીને ભાવનગર પોલીસે ઝડપી પાડયા

New Update
ભાવનગર: 6 મહિના પૂર્વે થયેલા ડબલ મર્ડર કેસમાં પોલીસને મળી મોટી સફળતા, 6 આરોપી ઝડપાયા

ભાવનગર પોલીસને મળી મોટી સફળતા

6 મહિના પૂર્વે પતિ-પત્નીની થઈ હતી હત્યા

પોલીસે 6 આરોપીની કરી ધરપકડ

જૂની અદાવતમાં હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું

રૂપિયા 5 લાખની આપવામાં આવી હતી સોપારી

ભાવનગર જિલ્લાના તળાજા ના પીંગળી ગામે થયેલ ડબલ મર્ડર કેસના ગુનામાં સંડાવેલા છ આરોપીને ભાવનગર પોલીસે ઝડપી પાડયા છે તારીખ 11 7 20123 ના રોજ ભાવનગરના તળાજાના પીંગલી ગામે શિવાભાઈ અને વસંતબેન બન્ને પતિ પત્નીની નિર્મમ હત્યા કરી નાખવામાં આવી હતી જેને લઇને પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી જોકે અપરાધીઓએ હત્યાને અંજામ એવી રીતે આપ્યો હતો કે પોલીસને કેસ ઉકેલવા લોઢાના ચણા ચાવવા જેવું થયું હતું પરંતુ ભાવનગર પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલ અને તેમની ટીમે ઝીણવટ તપાસ હાથ ધરી ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી આ કેસને શોધી કાઢવા માટે દિવસ રાત એક કરી દીધા હતા.

આ સમયમાં પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમ પેટ્રોલિંગ હતી તે દરમિયાન ભદ્રોલ પાસેથી બે શખ્સો તેત્રીસ હજાર રોકડ અને બાઈક સાથે મળી આવેલા હતા જેની પૂછપરછ કરતા બંનેએ છ મહિના અગાઉ પિંગલી ગામે દંપત્તિની હત્યા કર્યાનું કબુલાત કર્યું હતું અને આ હત્યામાં સામેલ અન્ય તેના સાથીદારોના નામ ખૂલ્યા હતા જેને લઈને પોલીસ દ્વારા તમામ આરોપી ઝડપી પાડીને પૂછપરછ કરતા પાંચ લાખની સોપારી લઈને આ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી જૂની આદાવતમાં સોપારી લઈ હત્યા કરવામાં આવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

Latest Stories