Connect Gujarat
ગુજરાત

ભાવનગર : ઊંચા કોટડા નજીક દરિયામાંથી ડોલ્ફીન માછલીનું બચ્ચું બહાર તણાઈ આવ્યું, લોકોમાં કુતુહલ...

બિપરજોય વાવાઝોડાના તોળાઇ રહેલા સંભવિત સંકટના પગલે ભાવનગરના ઘોઘા બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

X

બિપરજોય વાવાઝોડાના તોળાઇ રહેલા સંભવિત સંકટના પગલે ભાવનગરના ઘોઘા બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હાલ દરિયા કિનારે 'બિપરજોય' વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. વાવાઝોડાની અસરથી 30થી 35ની ગતિથી પવન ફુકાવાની શરૂઆત થઈ ચૂકી છે. તેવામાં ભાવનગરના દરિયામાં કરંટ જોવા મળતા 5થી 6 ફૂટ ઊંચાં મોજાં ઊછળી રહ્યાં છે, ત્યારે ઊંચા કોટડા નજીક દરિયો તોફાની બનતા પાણીમાંથી ડોલ્ફીન માછલીનું બચ્ચું બહાર તણાઈ આવ્યું હતું. બનાવના પગલે સ્થાનિકોએ ડોલ્ફીન માછલીના બચ્ચાને પાણીના ટબમાં મુકી બચાવી લીધું હતું. ત્યારબાદ ડોલ્ફીન માછલીના બચ્ચાને પાણીમાં સલામત રીતે મુક્ત કર્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.

Next Story