ભાવનગર : ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતીમાં સંવાદ બેઠક યોજાય...

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિની સંવાદ બેઠક યોજાય હતી.

New Update
ભાવનગર : ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતીમાં સંવાદ બેઠક યોજાય...

ભાવનગર ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિની સંવાદ બેઠક યોજાય હતી. લોકસભા ચૂંટણીમાં આ વખતે સારા પ્રદર્શનની આશા અને આગામી સમયમાં આવનારી તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણીની તૈયારીના ભાગરૂપે સંમેલન યોજી કાર્યકર્તાઓમાં નવું જોમ ભર્યું હતું.

ભાવનગર ખાતે શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ સંગઠનનું સંમેલન ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં યોજાયું હતું. જેમાં અમરેલી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હાલ યોજાય રહેલી લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધન હેઠળ ચૂંટણી લડી હતી. જેમાં આ વખતે 4 કે, તેથી વધુ બેઠકો કોંગ્રેસના ફાળે આવશે તેવી આશા વ્યક્ત કરી હતી. ઉપરાંત આગામી સમયમાં જ્યારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ પણ યોજાનાર છે, ત્યારે સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ બુથ સહિતની રણનીતિમાં રહેલી ક્ષતિઓને દૂર કરવા અંગે કાર્યકર્તાઓ સાથે સંવાદ સંમેલન યોજાયું હતું. ઉપરાંત અનેક મુદ્દાઓ પર ભાજપ પર પ્રહાર પણ કર્યા હતા.

Latest Stories