Connect Gujarat
ગુજરાત

ભાવનગર : કારમાં લિફ્ટ આપી ચપ્પુની અણીએ મહિલાઓના દાગીના અને રોકડની લૂંટ ચલાવતી ગેંગ ઝડપાય...

જિલ્લામાં મહિલાઓને ઇકો કારમાં બેસાડી ચપ્પુની અણીએ સોનાના ઘરેણાં તેમજ રોકડ રકમની લૂંટ ચલાવવાની 2 ઘટનાઓ સામે આવી હતી.

X

ભાવનગરની વરતેજ પોલીસે જિલ્લામાં મહિલાઓને ઇકો કારમાં બેસાડી ચપ્પુની અણીએ લૂંટ ચલાવતી ગેંગને ઇકો કાર, સોના-ચાંદીના ઘરેણા તેમજ રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા 3 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર જિલ્લામાં મહિલાઓને ઇકો કારમાં બેસાડી ચપ્પુની અણીએ સોનાના ઘરેણાં તેમજ રોકડ રકમની લૂંટ ચલાવવાની 2 ઘટનાઓ સામે આવી હતી. જેમાં પહેલી ઘટનામાં પાલિતાણાના ઘેટી ગામની પરણીતા તેના પરિજનો સાથે જેસરથી મોટા આસરણા જવા માટે ઇકો કારમાં બેઠી હતી, જે ઇકો કાર મોટા ખુંટવડા, માવા ડુંગર પાસે પહોંચતા ડ્રાઈવરે કાર ઉભી રાખી પાછળ બેસેલ અન્ય શખ્સે ચપ્પુ બતાવી સોનાની ચેઇન તથા બુટી મળી 45 હજારના મત્તાની લૂંટ ચલાવી હતી, જ્યારે બીજા બનાવમાં તળાજાના રાળગોન ખાતે રહેતી 2 મહિલાઓ રાળગોન ખાતે આવેલી જ્ઞાનમંજરી સ્કૂલ ખાતે રસોઈ બનાવવા માટે જઈ રહી હતી, ત્યારે પસાર થઈ રહેલી ઇકો કારને હાથ બચાવતા ઇકો કારમાં બન્ને મહિલાઓ બેસી ગઈ હતી. જોકે, જ્ઞાનમંજરી સ્કૂલ આવતા કાર ઊભી રાખવાનું કહેતા કારમાં સવાર અજાણ્યા 4 શખ્સોએ ચપ્પુ બતાવી રોકડા રૂપિયા અને ઘરેણા મળી 55 હજારના મત્તાની લૂંટ ચલાવી ઠળિયા ગામે મહિલાઓને કારમાંથી ઉતારી ફરાર થઈ ગયા હતા. જોકે, બન્ને બનાવને લઈને ભાવનગર જિલ્લામાં પોલીસ દ્વારા નાકાબંધી કરી દેવામાં આવી હતી. આ દરમિયાન વરતેજ પોલીસના ધ્યાને ઇકો કાર આવી જતા કારને અટકાવવાનો પ્રયાસ કરતા કાર ચાલકે કાર અમદાવાદ હાઈવે તરફ હંકારી મુકી હતી, ત્યારે વરતેજ પોલીસે ઇકો કારનો પીછો કરી નારી ચોકડી નજીકથી કારમાં સવાર પ્રકાશ મકવાણા, અનીલ ભાલીયા સહિત જાન્વી ચૌહાણની રૂપિયા 3 લાખથી વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story