ભાવનગર : ડ્રગ્સ મુકત વિશ્વ અભિયાન અંતર્ગત સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓની બેઠક મળી

ગુજરાત સહિત દેશમાંથી ડ્રગ્સના દુષણને દુર કરવા અખિલ ભારતીય એનજીઓ મહાસંઘ તથા ફાઉન્ડેશન ફોર ડ્રગ ફ્રી વર્લ્ડના સહયોગથી અભિયાનની શરૂઆત કરાશે.

New Update
ભાવનગર : ડ્રગ્સ મુકત વિશ્વ અભિયાન અંતર્ગત સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓની બેઠક મળી

ગુજરાત સહિત દેશમાંથી ડ્રગ્સના દુષણને દુર કરવા અખિલ ભારતીય એનજીઓ મહાસંઘ તથા ફાઉન્ડેશન ફોર ડ્રગ ફ્રી વર્લ્ડના સહયોગથી અભિયાનની શરૂઆત કરાશે. જેના સંદર્ભમાં ભાવનગર ખાતે એક બેઠકનું આયોજન કરાયું આ વ્યૂહાત્મક જોડાણ ડ્રગ-ફ્રી વર્લ્ડને દેશના ગામડે ગામડે પહોંચાડવા કરાયું છે. ફાઉન્ડેશન ફોર અ ડ્રગ-ફ્રી વર્લ્ડ, ઈન્ડિયાના વાસુ યાજનીકે સમજાવ્યું કે, દવાઓ પર સાચી કાર્યક્ષમ માહિતીના અભાવને કારણે સફળતા પ્રાપ્ત થતી નથી. જ્યારે કોઈ યુવાન વ્યક્તિ દારૂ, સિગારેટ અને ડ્રગ્સ વિશે તેની જિજ્ઞાસા સાથે ઝૂકી રહ્યો હોય ત્યારે તેને સાચા જવાબો આપવા માટે ડ્રગ્સ વિશેના સત્ય વિશે ભાગ્યે જ કોઈ શિક્ષિત હશે. સોશિયલ મીડિયા, મૂવીઝ અને મનોરંજન ઉદ્યોગ દવાઓને ગ્લેમરાઇઝ કરે છે.

અખિલ ભારતીય એનજીઓ મહાસંઘ દ્વારા વ્યસન મુક્ત ગુજરાત કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમની શરૂઆત ભાવનગર ખાતે કરવામાં આવી. શહેરના પાનવાડી સ્થિત બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે અખિલ ભારતીય એનજીઓ મહાસંઘની બેઠક મળી. જેમાં સમાજ સુરક્ષા વિભાગના વૈશાલી જોશી, રોજગારી અધિકારી એસ.પી. ગોહેલ સહિત મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ, રાષ્ટ્રીય મહાસચિવ તેમજ અખિલ ભારતીય એન.જી.ઓ.માં સાથે જોડાયેલા ગુજરાતના 13 જિલ્લાના અધ્યક્ષો તેમજ સ્વયંસેવકો અને કાર્યકર્તાઓએ હાજરી આપી હતી.

Latest Stories