Connect Gujarat
ગુજરાત

ભાવનગર : સરકારી અનાજ ભરેલો ટ્રક બિનવારસી મળી આવ્યો, પુરવઠા વિભાગે તપાસ શરૂ કરી

ચિત્રા GIDCમાંથી બિનવારસી હાલતમાં ટ્રક મળ્યો ટ્રકમાં સરકારી અનાજનો જથ્થો હોવાનું બહાર આવ્યું પુરવઠા વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી

X

સરકારી અનાજ સગેવગે થવાના અનેક બનાવો વચ્ચે ભાવનગરના ચિત્રા જીઆઇડીસી વિસ્તારમાંથી એક ટ્રક બિનવારસી મળી આવ્યો હતો. જેમાં સરકારી અનાજનો જથ્થો હોવાનું પુરવઠા તંત્રની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. સરકારી અનાજનો જથ્થો ભરેલો આ ટ્રક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. જોકે, ટ્રક ડ્રાઈવર સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ટ્રક અંગે પોલીસ અને પુરવઠા વિભાગને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ પુરવઠા વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું. જે બાદ ટ્રકને કબજે લઇ તેમાં રહેલા અનાજના જથ્થાના અંગે તપાસ હાથ ધરી હતી.

સમગ્ર મામલે અધિકારીના જણાવ્યા અનુસાર, આ ટ્રકની ચોરી થઈ અથવા તો કોઈ બળજબરીથી લઇ ગયું હાલ અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. જોકે, જે જગ્યા પરથી ટ્રક મળી આવ્યો છે, તેની સામે જ અનાજની મિલનું મોટુ ગોડાઉન પણ આવેલું છે. પુરવઠા અધિકારીએ થોડા સમય પહેલા જ આ ગોડાઉનમાંથી સરકારી અનાજનો ગેરકાયદેસર મસમોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે, આ મામલે યોગ્ય તપાસ થાય તેવી માંગ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી હતી.

Next Story