ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કેન્દ્રના સ્વચ્છતા અભિયાનમાં રજિસ્ટ્રેશન થયા બાદ એક તરફ ભાવનગરમાં સફાઈને લઈને અનેક સવાલો ઉઠતા હતા, ત્યારે ભાવનગર મનપાનો ચાર્જ સાંભળનાર કમિશનર એન.વી.ઉપાધ્યાય દ્વાર શહેરમાં અચાનક સપ્રાઇજ ચેકીંગ કરવામાં આવી હતી.
તેમજ મનપા કર્મચારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કમિશનર દ્વાર ડીમોલેશન તેમજ રખડતા ઢોરને લઈને કવાયત હાથ ધરાય હતી, ત્યારે ફરીવાર અચાનક શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકને લઈને શહેરની નામચીન દુકાનોમાં ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં કાળા નાળા વિસ્તરમાં 3 ફરસાણ અને મીઠાઈની દુકાન તેમજ મેડિકલ સ્ટોર સહિતના અસમીઓને રિઉપિયા 56,000 દંડ અને 42 કિલો જેટલું પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું.