Connect Gujarat
ગુજરાત

ભાવનગર:કુંભરવાડા રેલ્વે ફાટકનો પ્રશ્ન તંત્રના ધ્યાને હોવા છતા સત્તાધીશો મૌન, લોકોએ જીવના જોખમે થવુ પડે છે પસાર

ભાવનગરમાં કુંભારવાડા વિસ્તારમાં આવેલા રેલવે ક્રોસિંગ પાર કરી અને સૌથી મોટુ મોક્ષ મંદિર અને સૌથી મોટુ કબ્રસ્તાન આવેલું છે

X

ભાવનગરમાં કુંભારવાડા વિસ્તારમાં આવેલા રેલવે ક્રોસિંગ પાર કરી અને સૌથી મોટુ મોક્ષ મંદિર અને સૌથી મોટુ કબ્રસ્તાન આવેલું છે અને રેલવે ક્રોસિંગને લીધે મૈયતને પણ ઉપરથી અને રેલવે ક્રોસિંગમાંથી જીવના જોખમે લઇને જવું પડે છે.

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી કામગીરીમાં કોઈને કોઈ કચાસ હંમેશા બાકી રહેતી હોય છે કોઈપણ કામ પૂર્ણ કરવામાં આવતું નથી જેના કારણે લોકોને મુશ્કેલી વેઠવી પડે છે. શહેરના કુંભારવાડા અંડર બ્રિજનો પ્રશ્ન છેલ્લા 15 વર્ષથી સળગી રહ્યો છે આમ છતાં મહાનગરપાલિકાનું બેદરકાર તંત્ર જાગી રહ્યું નથી. રેલ્વે ફાટક બંધ હોય છે ત્યારે આ અંડરબ્રીજ નીચેથી હજારો વાહનોની અવરજવર રહેતી હોય છે શહેરીજનોને વાહન પસાર કરવા માટે ખૂબ જ પરેશાની ભોગવી પડી રહી છે આમ છતાં મનપાનું તંત્ર સામાન્ય પ્રશ્નનું નિરાકરણ નથી લાવી રહ્યું જેનો ભોગ ભાવનગરની જનતા બની રહી છે.

ભાવનગર કુંભરવાડા પાસે આવેલ રેલવે ફાટક મુખ્ય સ્ટેશનની નજીક હોવાથી દિવસ દરમ્યાન અનેકવાર આ ફાટક બંધ કરવી પડે છે ત્યારે ભાવનગર મુખ્યબજાર અને કુંભરવાડા વિસ્તારની વચ્ચે આવતી આ ફાટક પર ખુબજ ટ્રાફિક સમસ્યા હોવાથી તંત્ર દ્વારા અંડર બ્રિજ બનાવમાં આવ્યો હતો પરંતુ આ અંદર બ્રિજ બનાવતા પહેલા વિરોધ પક્ષે પાણી ભરાવના પ્રશ્ને અંદર બ્રિજ સક્સેસ નહીં હોવાથી અવર બ્રિજની માંગણી કરી હતી તેમ છતાં શાસક પક્ષ દ્વારા અંદર બ્રિજ બનાવવામાં આવેલ છે બ્રિજમાં ઉપરની સત્ય પાણી પડવાના લઈને પણ થઈ ચૂકેલ છે ત્યારે ભવિષ્યમાં જો આ પુલનો સ્લેબ તૂટે અને દુર્ઘટના સર્જાઈ તો જવાબદાર કોણ તેવો અવાજ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી દ્વારા ઉઠવામાં આવ્યો છે

આ બાબતે ભાવનગર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા ફરી એક વખત આશ્વાસન આપવામાં આવ્યું છે કે તાકીદે પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે

Next Story