/connect-gujarat/media/post_banners/5ad95366d8af91fd55fca064666521c337cced5af3be44161fa25390eeac7885.jpg)
ભાવનગરમાં યાયાવર પક્ષીઓના મોત
કમોસમી વરસાદે પક્ષીઓનો લીધો જીવ
વન વિભાગ કરવામાં કરવામાં આવી અંતિમક્રિયા
ભાવનગર શહેરમાં વરસેલા કમોસમી વરસાદના કારણે 50 જેટલા યાયાવર પક્ષીઓનાં મોત નિપજ્યા હતા ત્યારે આ બાબતે વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભાવનગર શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે 50 જેટલા યાયાવર પક્ષીઓનાં મોત થયા હતા તેમજ અનેક પક્ષીઓ અને તેના બચ્ચાઓ ઘાયલ થયા હતા.સ્થાનિક સંસ્થા રાજહંસ નેચલ કલબ દ્વારા ઘાયલ પક્ષીઓને શહેરનાં વિક્ટોરિયા પાર્ક ખાતે વધુ સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા હતા
જ્યાં વન વિભાગ દ્વારા તેની વધુ સારવાર કરવામાં આવશે તેમજ ભારે વરસાદને કારણે મૃત થયેલા પક્ષીઓને વન વિભાગ દ્વારા તેની અંતિમવિધિ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં શિયાળામાં દર વર્ષે મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ મહેમાનગતિ માણવા આવે છે ત્યારે કમોસમી વરસાદના કારણે અનેક પક્ષીઓના મોત નિપજ્યા છે