/connect-gujarat/media/post_banners/42edb08eda85e72c35a34f57971a8665c1e3c97f60292aa70bb4f2c5ee4f1339.jpg)
દેશભરમાં આઝાદી કા અમૃત મહાઉત્સવ અંતર્ગત 76મા સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે હર ઘર તિરંગા ઉત્સવની સાથે ભાવનગર શહેરમાં સાધુસંતોની અધ્યક્ષતામાં NDRF ટીમ દ્વારા તિરંગા યાત્રા યોજાય હતી.
ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિ સર્જાઈ હતી, તેવા સંજોગોમાં સ્થિતિને પહોંચી વળવા છેલ્લા દોઢ મહિનાથી NDRFની ટીમ ભાવનગરમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. લોકોના જાન-માલનું રક્ષણ કરવા માટે સતત કાર્યરત એવી NDRFની ટીમના જવાનોએ 76મા સ્વતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે અઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રા યોજી હતી. આ તિરંગા યાત્રા મજીરાજ સરકારી ગેસ્ટહાઉસથી પ્રસ્થાન કરી પાનવાડી, જિલ્લા જેલ, ભાજપ કાર્યાલય થઈને શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી.
તો બીજી તરફ, ભાવનગરના સંતો-મહંતોએ પણ તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું. અતિ ભવ્ય મહોત્સવના સાક્ષી બનવા સંતોએ પણ પહેલ કરી છે. તપસ્વી બાપુની વાડીના મહંતના અધ્યક્ષસ્થાને રામવાડી મંદિરેથી તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે શહેરના કળાનાળા, વાઘવાડી રોડ, સેન્ટર સોલ્ટ થઈને શહેરના રાજમાર્ગો પર નીકળી હતી.