Connect Gujarat
ગુજરાત

ભાવનગર : સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમા ડોક્ટરોનો સ્ટાફ હજાર ના હોવાથી હોસ્પિટલ બની શોભાના ગાંઠિયા સમાન....

ભાવનગર ખાતે કરોડો ના ખર્ચે તૈયાર કરવામાં આવેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તૈયાર થઈ ગયા ને ઘણા મહિનાઓ વીતી ગયા છે

X

ભાવનગર ખાતે કરોડો ના ખર્ચે તૈયાર કરવામાં આવેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તૈયાર થઈ ગયા ને ઘણા મહિનાઓ વીતી ગયા છે પરંતુ ડોકટર ના અભાવ ને કારણે આ હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે.

ભાવનગર શહેરમાં આવેલ સર તખ્તસિંહજી હોસ્પિટલ ભાવનગર શહેર જિલ્લા સહિત બોટાદ, અમરેલી, રાજુલા સુધીના લોકો અહીં સારવાર માટે આવતા હોય છે. ભાવનગર શહેરની સર તખ્તસિંહજી હોસ્પિટલ ખાતે કરોડોના ખર્ચે સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ નવ નિર્માણ કરવામાં આવ્યું છે. આ હોસ્પિટલમાં અત્યાધુનિક મશીનરી તેમજ vip સગવડો ઉપલબ્ધ કરવામાં આવી છે. હોસ્પિટલમાં 27 જેટલા વિભાગો આવેલ છે પરંતુ ડોક્ટરોના અભાવના કારણે MRI સ્ક્રીન જેવા સાધનો ધૂળ ખાઈ રહ્યા છે ત્યારે ભાવનગરની મુલાકાતે આવેલ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે હાલ દેશમાં ડોક્ટરોની અછત જોવા મળે છે દર વર્ષે 60,000 જેટલા મેડિકલના વિદ્યાર્થીઓ એમબીબીએસના ભણતર માટે વિદેશ જતા હોય છે ત્યારે સૌથી વધારે ડોક્ટર ની સગવડ પૂરી કરી શકાય તે માટે સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે.

Next Story