Connect Gujarat
ગુજરાત

ભાવનગર : બગડ નદીનો પુલ 6 મહિના પહેલા તૂટી પડ્યો, હાલ સુધી પુલના નિર્માણ અંગે કોઈ કાર્યવાહી કરાઇ નહિ

૧૪ નવેમ્બરના રોજ તૂટી પડ્યો હતો. આ પુલ તૂટી પડયાના આજે ૬ માસ કરતા વધુ સમય વીતી જવા છતાં નિર્માણનું કોઈ જ કાર્ય હાથ ધરવામાં આવ્યું નથી..

X

ભાવનગર જીલ્લાના તળાજા તાલુકાના દાઠા ગામ નજીકની બગડ નદી પરનો પુલ ગત તા. ૧૪ નવેમ્બરના રોજ તૂટી પડ્યો હતો. આ પુલ તૂટી પડયાના આજે ૬ માસ કરતા વધુ સમય વીતી જવા છતાં હજુ સુધી આ પુલના નિર્માણનું કોઈ જ કાર્ય હાથ ધરવામાં આવ્યું નથી..

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દાઠા અને ઊંચા કોટડાને જોડતા માર્ગ પરનો બગડ નદી પરનો પુલ ગત તા. ૧૪ નવેમ્બરના રોજ તૂટી પડ્યો હતો અને પુલના વચ્ચેથી બે ભાગ થઇ ગયા હતા. આ માર્ગ પર આજુબાજુના ૩૫ થી વધુ ગામોના લોકોની અવરજવર રહેતી હોય છે એ ઉપરાંત અહીંથી ભારે વાહનો પણ પસાર થતા હોય છે, ત્યારે વર્ષ ૧૯૭૧માં નિર્માણ પામેલો આ પુલ નબળો પડતા ભારે અવરજવરને કારણે વચ્ચેનો કોલમ પાણીમાં બેસી જતા પુલના વચ્ચે થી બે ભાગ થઈ જતાં તૂટી પડ્યો હતો,

જેના કારણે આ પુલ પરનો વાહન વ્યવહાર અટકી પડ્યો છે. આ બનાવને આજે ૬ માસ કરતા પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં નવનિર્માણની કોઈ જ કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં નથી આવી, હવે જ્યારે ચોમાસુ માથે બેસી રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા ૨૨ મે ૨૦૨૨ના રોજ પુલના કામ માટે ટેન્ડર પાસ કરવામાં આવ્યું છે, જેમાં રૂ. ૫.૭૮ કરોડના ખર્ચે આ પુલનું નવનિર્માણ કરવામાં આવનાર છે, પરંતુ હવે તેનું નિર્માણ કાર્ય ક્યારે શરુ થશે તે જોવું રહ્યું, ત્યારે સાચા અર્થમાં તંત્રએ પોતાની આળસ ખંખેરી વહેલી તકે આ પુલનું નિર્માણ કાર્ય કરવાની દિશામાં ઝડપી કામગીરી હાથ ધરવી જોઈએ તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

Next Story